નિર્મલ ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં રોડ-રસ્તાની સફાઈ કરાઈ 

- text


સ્વચ્છતા બ્રાન્ડએમ્બેસેડર ડો. સતિષ પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ચાલી રહેલા નિર્મલ ગુજરાત અભિયાન અંતર્ગત આજે તારીખ 9 જૂન ને રવિવારના રોજ મોરબીમાં વિવિધ રોડ-રસ્તાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સાફ-સફાઈ અભિયાનમાં સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડો. સતિષ પટેલ પણ જોડાયા હતા.

ડો. સતિષ પટેલે આ તકે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના આ સ્વચ્છતા અભિયાનમાં રહીશો પણ જોડાયા છે અને સૌએ સાથે મળીને રોડ-રસ્તાની સફાઈ કરી સ્વચ્છતાનો સંકલ્પ લીધો છે. આ સ્વચ્છતા અભિયાનમાં જોડેયેલા મહિલાએ જણાવ્યું હતું કે, આપણે આપણા રોડ-રસ્તાની સફાઈ રાખવી જોઈએ, જ્યાં ત્યાં રોડ પર કચરો ન ફેકવો જોઈએ, જ્યાં કચરાપેટી હોય તેમાં જ કચરો નાખવો જોઈએ.

મહત્ત્વનું છે કે, મોરબી નગરપાલિકા દ્વારા તારીખ 1 જૂન થી 15 જૂન સુધી નિર્મલ ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મોરબી શહેરના વિવિધ સ્થળો પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન માટે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી અપડેટના એંકર ડો. અમિષા રાચ્છ, ડો. સતિષ પટેલ અને ડો. દેવેન રબારીને સ્વચ્છતા બ્રાન્ડએમ્બેસેડર બનાવાયા છે.

- text

- text