મોરબી માટી ઉત્પાદક સહકારી મંડળીના નવા હોદેદારોની વરણી 

- text


પ્રમુખ તરીકે હેમલભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ પ્રજાપતિની નિમણુંક 

મોરબી : મોરબી માટી ઉત્પાદક સહકારી મંડળી નળીયા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની મંડળી છે જે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત મંડળી છે જેમાં તાજેતરમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે હેમલભાઈ ભગવાનજીભાઈ શાહની જયારે ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ હરિભાઈ પ્રજાપતિની તેમજ કારોબારી સભ્ય તરીકે બિપીનભાઈ ડાયાભાઇ, શામજીભાઈ નારણભાઇ દેત્રોજા, ભરતભાઈ દુર્લભજીભાઈ રંગપડીયા, હસુભાઈ રતિભાઈ નારણીયા, ભગવાનજીભાઈ ભાણજીભાઇ દેત્રોજા, પ્રવીણભાઈ મોહનભાઇ વારનેસીયા, બાલુભાઈ મોહનભાઇ, શરદભાઈ ઠાકરશીભાઈ વારેવડીયા, જયેશભાઇ પરસોતમભાઇ વારનેશિયા, મનોજભાઈ ગોપાલભાઈ નારણીયાની નિમણુંક કરવામાં આવી છે

- text