પાણી આવ્યું નથી ત્યાં અધિકારીઓ હેરાન કરવા પહોંચી ગયા ! એંજારમાં આજે ખેડૂતોની બેઠક

- text


કેનાલમાં રહેલી ખેડૂતોની બખનળીઓ કાપવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવી કામ અટકાવ્યું 

હળવદ : હાલ ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી છૂટે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.તેવામાં માળીયા બ્રાન્ચની કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલા જ આજે રણમલપુર પાસેથી પસાર થતી કેનાલમાં રહેલ પંદર જેટલી બખનળીઓ અધિકારીઓ દ્વારા કાપી નાખવામાં આવતા પાંચેક ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી આ કામ અટકાવ્યું હતું.અને આજે એંજાર ખાતે જુની-નવી એંજાર,કોપેણી,કુડા, રણમલપુરના ખેડૂતોની એક બેઠક પણ યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાવણીનો સમય પાકી ગયો છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.બે દિવસ પહેલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ મોરબીના ધારાસભ્યએ પણ માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલની મુલાકાત લીધી હતી અને કેનાલની સાફ-સફાઈની કામગીરી નજરે નિહાળી હતી.ત્યારે આજે રણમલપુર અને એંજાર વચ્ચેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં અધિકારીઓ દ્વારા ૧૫ જેટલી બખનળીઓ કાપી નાખવામાં આવતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી આ કામ અટકાવ્યું હતું.

- text

ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે બખ નળીઓ દ્વારા પાણી સિંચાઈ માટે લઈએ છીએ પરંતુ પાણીનો વેડફાટ કરતા નથી. અને હવે જો અધિકારીઓ બખનળીઓ કાપી નાખે તો મોટરો અને મશીનો નવા લેવા પડે જેથી 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે તેની સાથે જો કેનાલ પર ખોદી લાઈન નાખ્યા બાદ તેનું પુરાણ કરીએ તો અધિકારીઓ ખોટા કેસ કરે છે.જેથી અમારી બખનળીઓ યથાવત રાખવામાં આવે.સાથે જ અમને હેરાન કરવાને બદલે જે જગ્યાઓ પર બખનળીઓ નાખી પાણી છેક રણ સુધી પહોંચી જાય છે તે તરફ અધિકારીઓ કામગીરી કરે તે જરૂરી છે.અંતમાં ખેડૂતોએ એ પણ જણાવ્યું હતું કે પાણીનું લેવલ જળવાઈ રહે અને છેવાડાના ખેડૂતોને પણ પાણી મળે રહે તે માટે અધિકારીઓ અમને કહે તો અમે બખનળીઓ તેમજ મશીનો બંધ રાખીશું જેથી છેવડાના ખેડૂતને પણ પાણી પહોંચી શકે.

- text