Morbi : ત્રાજપર(ખારી) ગામે ડાક ડમ્મરનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : તાલુકાના ત્રાજપર(ખારી) ગામે ખોડિયાર મેલડી મંડળ ગ્રુપ ખારી તથા સમસ્ત ગામ દ્વારા ડાક ડમ્મર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ખોડિયાર મેલડી મંડળ ગ્રુપ ખારી ઉજવણું નિમિત્તે આગામી તારીખ 14 જૂન ને શુક્રવારના રોજ રાત્રે પંચની મેલડી માતાજીના મંદિરે ડાક ડમ્મરનો ભવ્ય કાર્યક્રમ યોજશે. જેમાં ડાક કલાકાર હરેશભાઈ પનારા (ટંકારાવાળા) ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે. જ્યારે તારીખ 15 જૂન ને શનિવારના રોજ બપોરે 11 કલાકે પંચની મેલડી માતાજીના મંદિરે સમસ્ત ગામના લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભુવા ગંગારામભાઈ ધનજીભાઈ કુકાવા, શીવાભાઈ ધનજીભાઈ કુકાવા તથા મેલડી મંડળના ભુવા રઘુભાઈ રમેશભાઈ પોરડીયા, રવિભાઈ દેવશીભાઈ સુરેલા તથા સર્વે પંચના ભુવા પણ હાજર રહેશે.

- text

- text