નદીના પટ્ટમાં ન જતા ! સોમવારે સવારે ડેમી-3 ડેમના દરવાજા ખોલી પાણી છોડાશે

- text


મોરબીના કોયલી ગામ નજીક આવેલ ડેમમાં રીપેરીંગ કામગીરીને પગલે ડેમનું પાણી છોડવામાં આવશે

મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલ ડેમી-3 સિંચાઈ યોજનાના ડેમની રીપેરીંગ કામગીરીને કારણે આવતીકાલે સોમવારે સવારે 9 વાગ્યે ડેમના ત્રણ દરવાજા ખોલી ડેમનું પાણી નદીમાં છોડવામાં આવનાર હોય હેઠવાસના 7 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલ ડેમી – 3 ડેમમા રીપેરીંગ કામ કરવાનું હોવાથી સોમવારે તા.10ના રોજ સવારે 9 વાગ્યે ડેમના ત્રણ દરવાજા ખોલી નદીના પટ્ટમાં પાણી છોડવામાં આવનાર હોવાથી હેઠવાસના 7 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સૂચના આપવામા આવી છે.

- text

વધુમાં ડેમી – 3 સિંચાઈ યોજનાના ત્રણ દરવાજા ખોલવામાં આવનાર હોય મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનુગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text