મોરબી સિવિલ હોસ્પિટલમાં છાસનું વિતરણ કરાયું 

- text


મોરબી : હાલ અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે માતૃ શ્રી વિરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગાઓને છેલ્લાં 15 દિવસથી બપોરે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દરરોજ સાંજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કઢી-ખીચડી ભરપેટ જમાડવામાં આવે છે. ત્યારે છાસ માટે દાતાઓ દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું અલ્પાબેન કક્કડે જણાવ્યું હતું.

- text