નવલખી બંદરે બોગસ સ્લીપ બનાવી કોલસો ચોરવા પ્રયાસ : બે ટ્રક પકડાયા

- text


શીપીંગ કંપનીના મેનેજરે બે ટ્રક ચાલક તેના માલિક અને સહિતના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના નવલખી બંદરે ઇન્ડોનેશિયન કોલસો ઇમ્પોર્ટ કરતી જામનગરના ભાજપ અગ્રણીની શ્રીજી કંપની પ્લોટમાંથી બોગસ સ્લીપ બનાવી કોલસો હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવતા બે ટ્રક ચાલક અને બોગસ સ્લીપ બનાવવાનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને આરોપી ટ્રક રેઢા મૂકી નાસી ગયાનું સામે આવ્યું છે.

નવલખી બંદરે વિદેશથી કોલસો આયાત કરી અલગ અલગ ઇમ્પોર્ટરનો કોલસો લોડિંગ અનલોડિંગ કરતી શ્રીજી શિપિંગ કંપનીના મૂળ ખંભાળિયા અને હાલ મોરબી રહેતા મેનેજર કંપનીના મેનેજર ઉદય દામોદર લાલ દ્વારા માળીયા મિયાણા પોલિઝ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ ટ્રક નંબર જીજે-36-વી -3888 તેમજ જીજે-36- ટી- 6700 નંબરના ટ્રક કોલસો ભરવા આવ્યા હતા તેઓએ નિયમ મુજબ લોડીંગ સ્લીપ બતાવી હતી જેના આધારે કોલસો ભરી આપ્યો હતો.

- text

બાદમાં રોજના નિયમ મુજબ રોજનો કલોઝીંગ રિપોર્ટ તૈયાર કરતા 18 ટ્રક પેન્ડીગ હોય આં દરમિયાન સિક્યુરિટી માણસે અગાઉ જે બે ટ્રકમાં કોલસો ગયો હતો. તે વિશે જાણ કરતા તે અંગે તેઓએ તપાસ કરતા આં બન્ને ટ્રક બોગસ સ્લીપથી જીજે-36-વી 3888 તેમજ જીજે-36-ટી 6700 નંબરના ટ્રકમા ચાર લાખની કિંમતનો કોલસો ભરાયાં હોવાનું સામે આવતા બન્ને ટ્રકના ચાલક અને માલિક તેમજ નકલી બિલ્ટી બનાવનાર શખ્સ સામે માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં બન્ને ટ્રક નવલખી બંદરે રેઢા મૂકી ટ્રક ચાલક નાસી ગયાનું સામે આવ્યું છે.

- text