9 જૂનની ઓખા-ગોરખપુર એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરાયો

- text


માનક નગર-લખનૌ-મલહૌર થઈને ટ્રેન દોડશે, ઐશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર નહીં જાય ટ્રેન

રાજકોટ : ઉત્તર પૂર્વ રેલવેના લખનૌ-માનક નગર અને ઐશબાગ-માનક નગર સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

જેમાં 9 જૂન, 2024ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 13 જૂન, 2024ના રોજ ગોરખપુરથી દોડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા માનક નગર-લખનૌ-મલહૌર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ઐશબાગ અને બાદશાહનગરનો સમાવેશ થાય છે.

- text

રેલવે તંત્ર મુસાફરોને જણાવ્યું છે કે, મુસાફરો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text