મોરબી : દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોને વિનામૂલ્યે સાધન સહાય અપાશે

- text


અધિકારીક મંત્રાલય ભારત સરકાર એડિપ સ્કીમ અંતર્ગત સહાય આપવામાં આવશે

મોરબી : દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોને ભારત સરકાર દ્વારા સમેકિત ક્ષેત્રીય કૌશલ વિકાસ પૂનર્વાસ તથા દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર એ.વાય.જે. એન.આઈ.એસ.એચ.ડી.કે. નિયંત્રાધીન દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીક મંત્રાલય ભારત સરકાર એડિપ સ્કીમ અંતર્ગત કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવશે.

જેમાં શારિરીક દિવ્યાંગજન માટે મોટરાઇઝ ટ્રાઇસીકલ, ટ્રાઇસીકલ વ્હીલચેર, બગલ ઘોડી કેલિપર્સ તેમજ કૃત્રિમ અંગો તથા બૌદ્ધિક આશ્રમતા માટે – શૈક્ષણિક કીટ, સાંભળવાની તકલીફ માટે – કાનનું મશીન, દૃષ્ટિહીનતા માટે – સુગમ્ય કેન, લેપટોપ, સ્માર્ટફોન સાધનનો આપવામાં આવશે.

- text

આ સહાયનો લાભ લેવા માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર, આવકનો દાખલો ( બી.પી.એલ. કાર્ડ હોઈ અને આવકનો દાખલો નહીં હોય તો ચાલશે), બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ઓળખકાર્ડની નકલ અને યુ.ડી.આઈ.ડી. કાર્ડની નકલ વગેરે પુરાવાઓ સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન (જયંતિભાઈ હરિભાઈ ચૌહાણ) ગામ – સાપકડા, તાલુકો – હળવદ, જિલ્લો – મોરબીને ફોન. નં. 99740 44208, 98253 44208 પર સંપર્ક કરવો.

- text