Morbi : ગંગા સ્વરૂપા સહાય સમિતિ દ્વારા 8મા સીવણ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરાયું

- text


મોરબી : ગંગા સ્વરૂપા સહાય સમિતિ- મોરબી દ્વારા ગંગા સ્વરૂપ બહેનો તથા તેમની દીકરીઓને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે મોરબીમાં વિવિધ જગ્યાએ સીવણ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના વાઘપર શેરી નંબર-4માં 8મા સીવણ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આર્થિક સ્થિતિ નબળી હોય તેવા જરૂરિયાતમંદ બહેનો માટે મોરબીના વાઘપર શેરી નંબર-4માં સીવણ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન નાની બાળાઓના હસ્તે કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગા સ્વરૂપા સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ શારદાબેન આદ્રોજા, રસીલાબેન કૈલા, અલ્પાબેન કક્કડ, ઉમાબેન, જાગૃતિબેન, દર્શનાબેન ભટ્ટ, આ સમિતિના સભ્ય ટી. સી. ફુલતરિયા અને કેન્દ્ર સંચાલિકા આરતીબેન રત્નાણી ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ સેવાકીય કાર્યમાં યોગાનુયોગ આરતીબેન રત્નાણીના પિતા નટવરભાઈનો જન્મ દિવસ હોય કેક કાપી તેમને ગંગા સ્વરૂપા સહાય સમિતિના સભ્યો તથા હાજર તમામ બહેનો અને તેમના કુટુંબીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથોસાથ સમિતિના સભ્યોનું ગુલાબના ફૂલથી સન્માન આરતી બેનના કુટુંબીજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને મીઠા મોં કરાવવામાં આવ્યું હતું.

- text