વાંકાનેરના જાલસીકા ગામે દીપડો દેખાતા પાંજરું મુકાયું

- text


છેલ્લા બે દિવસથી હોલમઢ અને જાલસિકામાં દીપડાના આંટાફેરા

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે રામપરા અભ્યારણ નજીક આવેલા હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં દીપડાના આંટાફેરા વધ્યા હોવાની ગ્રામજનોની ફરિયાદ બાદ શનિવારે બપોર બાદ જાલસીકા નજીક દિપડાને પકડી પાડવા પાંજરું મુકાયું હોવાનું વનવિભાગે જાહેર કર્યું હતું.

- text

વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાએ જણાવ્યું હતું કે, હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં છેલ્લા બે દિવસથી દીપડો દેખા દેતો હોવાની બન્ને ગામના લોકોની ફરિયાદ બાદ શનિવારે જાલસીકા ગામમાં આવેલ ગૌશાળા નજીક દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે, રામપરા વીડી અને હોલમઢ વિસ્તારમાં દીપડાનો કાયમી વસાવટ છે ત્યારે બે દિવસથી દીપડો ગામ નજીક આંટાફેરો કરી રહ્યો હોવાની ફરિયાદ બાદ વનવિભાગે કાર્યવાહી કરી હોવાનું જાહેર કરાયું છે.

- text