મોરબીના ધૂળકોટ ગામે ખેતરમાં માટીનો ઢગલો કરવા મામલે શેઢા પાડોશીઓ બાખડયા

- text


બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે ખેતરમાં માટીનો ઢગલો કરવા મામલે શેઢા પાડોશીએ અમારો રસ્તો કેમ બંધ કર્યો કહી હુમલો કરતા બનાવ અંગે એટ્રોસીટી એકટ સહિત સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધૂળકોટ ગામે ભાગમાં ખેતર વાવવા રાખનાર રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયાએ આરોપી દિનેશ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા અને મૂળીબેન મનજીભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ કરતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ પોતાના ખેતરમાં માટીનો ઢગલો કર્યો હોય આરોપીઓએ માટીનો ઢગલો કેમ કર્યો તેમ કહી ઝઘડો કરી સાહેદ રવજીભાઈ તેમજ હંસાબેનને ઢીકા પાટુનો માર મારી લાકડી મારી ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે મૂળીબેન મનજીભાઈ વાઘેલા નામના વૃધ્ધાએ આરોપી રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીએ તેમના ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દેતા રસ્તો કેમ બંધ કર્યો તેમ કહેતા જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી લાકડી વડે માર મારતા ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text