15 જૂનથી 15 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ રહેશે

- text


પ્રવાસીઓને 15 ઓક્ટોબર સુધી પ્રવેશ નહીં મળે

મોરબી : વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-28 અને 33ની જોગવાઇ મુજબ ચોમાસા દરમ્યાન 15 જૂનથી 15 ઑક્ટોબર દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોઈ, જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

- text

16 ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવાના રહેશે, એમ પણ રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એન. શ્રીવાસ્તવની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text