મોરબીમાં યુવતીએ બહેનના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


મોરબી : મૂળ ગીર સોમનાથ જિલ્લાની વતની યુવતીએ મોરબીમાં તેણીના બહેનના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્કમાં રહેતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાગડા ગામના વતની અને સરકારી નોકરી કરતા ટ્વીન્કલબેન પ્રવીણભાઈ રાઠોડ સાથે રહેતા તેમના નાના બહેન હિરલબેન પ્રવીણભાઈ રાઠોડ ઉ.18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text