પાણીની પરોજણ યથાવત : હવે આ વિસ્તારના લોકોએ નગરપાલિકાએ રામધૂન બોલાવી

- text


મુન નગર વિસ્તારમાં પાણીના પ્રશ્ને લોકોએ પાલિકામાં મોરચો માંડી કરી ઉગ્ર રજૂઆત

મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમ રીપેરીંગ માટે ખાલી કર્યા બાદ સતત અલગ અલગ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન રહે છે. આજે વાવડી રોડના વિસ્તાર બાદ હવે મુનનગર વિસ્તારના લોકોએ નગરપાલિકામાં મોરચો માંડી પાણી સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી “પાણી આપો”ના સુત્રોચાર સાથે તંત્રને સદ્બુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી હતી.

મુન નગર વિસ્તારમાં આવેલી ઋષભ પાર્ક સોસાયટી ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું. આ અંગે પાલિકામાં રજૂઆત કરવા આવેલા રહીશોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ વિસ્તારમાં પાણીના ધાંધિયા છે. વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ ટૂંકા સમય માટે સમાધાન થાય છે પછી ફરી પાણીની સમસ્યા એજ સ્થિતિમાં આવીને ઉભી રહે છે. પાણીની લાઈનમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે વાલ્વ મુકાયા છે અને તેના કારણે અછત સર્જાય છે તેવો પણ ત્યાંના રહેવાસીઓના આક્ષેપ છે. સ્થાનિકોએ નગરપાલિકાએ રામધૂન બોલાવી પાણીની ઉગ્ર રજૂઆત કરી હતી.

- text

- text