મોરબીમા પાણી પ્રશ્ન વકર્યો, આજે વાવડી રોડ વિસ્તારની મહિલાઓએ પાલિકામાં રજુઆત કરી

- text


ઉમિયા ગેટની અંદરની સોસાયટીમાં છેલ્લા દોઢ માસથી પાણીની રામાયણ

મોરબી : મોરબીમાં છેલ્લા એક માસથી પાણીની પળોજણ શરુ થઇ છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારનું ટોળું પાલિકામાં કે કલેકટર કચેરીએ રજૂઆત માટે હોય છે. ત્યારે આજે પાલિકામાં વાવડી રોડની ઉમિયા ગેટ અંદર આવેલ બે સોસાયટીની મહિલાઓએ આજે પાલિકામાં પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી. અને જો પાણી નહિ આપવામાં આવે તો ધારાસભ્યની ઓફિસે રજુઆત કરવા જવાની ચીમકી ઉચ્ચારી હતી

મોરબીમાં જ્યારથી મચ્છુ 2 ડેમ ખાલી કરાયો છે ત્યારે ત્યારથી કોઈને કોઈ વિસ્તારમાં પાણીની સમસ્યા રહે છે. આ અંગે દરરોજ કોઈને કોઈ વિસ્તારનું ટોળું પાલિકા કે કલેકટર કચેરીમાં હોય છે. ત્યારે આજે વાવડી રોડની ઉમિયા ગેટની અંદર આવેલ ત્રિમૂર્તિ અને સ્વાતિ સોસાયટીની મહિલાઓએ પાલિકામાં પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું તું કે અમારા વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી પાણી આવતું નથી, અમારે વેચાતું પાણી લેવું પડે છે .

આ અંગે પાલિકામાં અનેક વખત ફરિયાદો કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી અને ફરિયાદ પછી પાણી આપે તો પણ બે દિવસ સરખું આવે પાછું હતી એના એ જ પરિસ્થિતિ થઇ જાય છે. ત્યારે આજે અમે ફરી ફરિયાદ કરવા આવ્યા છી અને દર વખતે જેવો જ જવાબ આપ્યું કે પાણી આવી જશે. જો હવે પાણી નહિ આવે તો ધારાસભ્યની ઓફિસે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

- text

- text