વેકેશનમાં બહેનો કરશે જલસો : બમ્પર હાઉસી સાથે રેટ્રો થીમ ફેશન શોનું ધમાકેદાર આયોજન

 

વી કેન ગ્રુપ તથા અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા સોમવારે યોજાશે ઇવેન્ટ : ફેશન શોમાં બહેનો જૂની ફિલ્મ અભિનેત્રીના ડ્રેસમાં કરશે રેમ્પ વોક, બમ્પર હાઉસીમા ગેમ રમાડી રોકડ પુરસ્કાર અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આ વેકેશનમાં મોરબીની બહેનોને જલસો પડી જવાનો છે. કારણકે વી કેન ગ્રુપ તથા અનસ્ટોપેબલ વોરીયર્સ દ્વારા આગામી તા.6ને સોમવારે બમ્પર હાઉસી સાથે રેટ્રો થીમ ફેશન શોનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના બહેનો માટે સૌપ્રથમ વખત આવું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જેમાં ફેશન શોમાં બહેનોએ જૂની ફિલ્મ અભિનેત્રીના ડ્રેસમાં રેમ્પ વોક કરવાનું રહેશે. આ ફેશન શોમા પ્રથમ 5 વિજેતા બહેનોને આકર્ષક ઇનામો આપવામાં આવશે. જ્યારે બમ્પર હાઉસીમા ગેમ રમાડી રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ સ્પર્ધા 2 ગ્રુપમા યોજાશે. જેમાં Group Aમાં ઉંમર 16 વર્ષ થી 35 વર્ષ રહેશે. Group Bમાં ઉંમર 35 વર્ષથી ઉપરની રહેશે. કાર્યક્ર્મના અંતે બધા બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યા લેવાની હોય વહેલી તકે આપનુ નામ લખાવી લેવા જણાવાયુ છે.

તા.: 10 જૂન, સોમવાર
સમય : બપોરે 4 વાગ્યાથી
સ્થળ : ઉમા હોલ,
રવાપર રોડ, મોરબી
વધુ માહિતી માટે
પ્રેસિડેન્ટ ઉર્વશીબેન
મો.નં.9727833532
મો.નં.8488880265

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)