10 જૂને મોરબીમાં બહેનો માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન

- text


લાયોનેસ ક્લબ ઓફ મોરબી દ્વારા એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે સ્પર્ધા

મોરબી : લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓપન મોરબી બહેનો માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન આગામી તારીખ 10 જૂન ને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાક દરમ્યાન એ. કે. કોમ્યુનિટી હોલ, છોટા લાલ પેટ્રોલ પંપ વાળી શેરી, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

હાલ પર્યાવરણની જાળવણી અને સુરક્ષા કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ અનુસંધાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં વિજેતા બહેનોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં બહેનોએ ઘરેથી જ પોતાની વસ્તુ લાવીને નિર્ધારિત સમય મુજબ જે તે સ્થળ પર વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની રહેશે.

- text

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. સ્પર્ધામાં ભાગ લેવા મયુરીબેન કોટેચા મો.નં. 92759 51954, પ્રીતિબેન દેસાઈ મો. નં. 93289 70499, મનીષાબેન ગણાત્રા મો.નં. 82382 82420, હીનાબેન પંડ્યા મો.નં. 99789 28999નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધા માટે વહેલા તે પહેલાના ધોરણે નામની નોંધણી કરાવી લેવા જણાવાયું છે.

- text