માળિયા કેનાલના રીપેરીંગ કામની સમીક્ષા કરી પાણી છોડાવવા ગાંધીનગરમાં બેઠક યોજતા ધારાસભ્યો

- text


ઢાંકીથી ટીકર સુધી 9 કરોડના ખર્ચે કેનાલનું રીપેરીંગ કરાયું : તપાસ કરી પાણી છોડાવવાનાં પ્રયાસો કરતા ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને કાંતિલાલ અમૃતિયા

મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી છેક કચ્છ સુધી પહોંચી રહ્યું છે. ત્યારે આ કેનાલ ઘણી જગ્યાએ તૂટી જતા નવ વર્ષ બાદ 9 કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવતા મોરબી જિલ્લામાં કેનાલનું કામ ચેક કરવા માટે હળવદ અને માળીયા ધારાસભ્ય દ્વારા આજે ચેકીંગ કરવામાં આવ્યું હતું બાદમાં ગાંધીનગર પાણી છોડવા અંગે બેઠક પણ કરવામાં આવી હતી.

મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મોરબી જિલ્લામાં આવેલ નર્મદા કેનાલનું રીપેરીંગ કામ ચેક કરવામા આવ્યું હતું. તેમજ ટિકરથી ઘાટીલા સુધી પાણી પહોંચવામાં તકલીફ હોય કેનાલનું ઈન્સ્પેક્શન કરીને કામગીરી અંગેની જાણકારી મેળવી હતી.

ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી નર્મદા કેનાલનું પાણી છેક માળીયા સુધી પહોંચી રહ્યું છે. આ કેનાલ 9 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવી છે. કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. ત્રણ મહિના પાણી વિના રિપેરિંગનું કામકાજ ચાલું રહ્યું. કેનાલ રિપેરિંગનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને અન્ય કાર્યકરો ટિકર નર્મદા કેનાલ પર એકઠાં થઇ છેક ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરી છે. બાદમાં આજે જ ગાંધીનગર જઈ સરકારમાં રજૂઆત કરી છે કે ઝડપથી પાણી છોડવામાં આવે.

- text

- text