હળવદની સરા ચોકડીએ રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે બઘડાટી

- text


હળવદ : હળવદની સરા ચોકડીએ રાત્રીના સમયે રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે રીક્ષા ચાલકો વચ્ચે બરાબરની જામી પડતા ત્રણ રીક્ષા ચાલકોએ અન્ય રીક્ષા ચાલકને ગાળો આપી ધોકા કાઢી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની સરા ચોકડી નજીક રાત્રીના સમયે પેસેન્જર ભરી રહેલા રીક્ષા ચાલક ધીરુભાઈ દેવશીભાઈ સિંહોરાએ અન્ય રીક્ષા ચાલકે જે પેસેન્જરને 600 રૂપિયા ભાડું કહ્યું હતું તે પેસેન્જરને 400 રૂપિયાના પોતાની રીક્ષામાં બેસાડતા આરોપી વિપુલ શકુંભાઈ મેવાડા, મુનાભાઈ દિલીપભાઈ રાજપરા અને મુકેશ ચંદુભાઈ મકવાણાને સારું નહિ લાગતા ફરિયાદી ધીરુભાઈને ગાળો આપી રીક્ષામાંથી ધોકા કાઢી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text