મોરબીના એલઈ કોલેજ રોડ પર રેલ્વે તંત્ર દ્વારા ડીમોલેશન

- text


ત્રણ દિવસ અગાઉ 44 દબાણકારોને નોટિસ આપી હતી

મોરબી : મોરબીમાં ફરી ડીમોલેશનની મોસમ આવી હોય એમ ગઈ કાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા સેવા સદનમાં નોટરીઓના છાપરા હટાવ્યા હતા. ત્યારે આજે એલ. ઈ. કોલેજ રોડ પર રેલ્વે તંત્રની હદમાં ખડકાયેલા કાચા દબાણો અને કેબીનો હટાવાઈ હતી

મોરબીમાં ચુંટણીની આચાર સહિતા પુરી થતા જ તમામ તંત્ર એક્સન મોડમાં આવ્યું હોય તેમ ગઈ કાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા સેવા સદનમાં 7 જેટલા નોટરીઓના છાપરા હટાવ્યા બાદ આજે રેલ્વે તંત્ર દ્વારા સામાં એલ.ઈ. કોલેજ રોડ પર તેની હદમાં થયેલ દબાણો દૂર કર્યા હતા . જેમાં રેલ્વેના સિવિલ ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રવણ ધ્રુવે જણાવ્યું હતું કે આ રેલ્વેની જમીનમાં ડેવલોપમેન્ટ કરવાનું હોવાથી રેલ્વેની જમીનમાં 44 જેટલા કાચા છાપરા અને રેકડી વાળાઓએ દબાણ કર્યું હતું. ખડકી દીધી હતી. જેઓને તા. 3 ના રોજ નોટીસો આપી હતી. જેમાંથી ઘણા દબાણકારોએ હટાવી લીધા હતા. જે લોકોએ નહોતાં હટાવ્યા તેઓની રેલ્વે પોલીસને સાથે રાખી બુલડોઝર ફેરવી દીધું હતું.

- text

- text