હળવદના કડીયાણા ગામે ગરમી લાગવાથી યુવાનનું મૃત્યુ

- text


મોરબી : હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં પ્રવીણભાઈ મનસુખભાઇ ચાવડાની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની કરણભાઈ જયંતીભાઈ વણકર ગઈકાલે વાડીએથી કરીયાણું લેવા જતા હતા ત્યારે આકરા તાપમાં ગરમી લાગી જવાથી ચક્કર આવી જતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text