Morbi : માળીયા ફાટક ચાર રસ્તા પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સfટી બી. ડિવિઝન પોલીસે પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી અનડિટેક્ટ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી મહેશભાઈ (ઉર્ફે. છોટુ દીપકભાઈ ડેલવાડીયા)ને ઝડપી પાડ્યો છે.

સમગ્ર વિગત અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ માળીયા ફાટક ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન માળીયા બાજુથી સર્વિસ રોડ પર એક શંકાસ્પદ મોટર સાયકલ નંબર પ્લેટ વગર આવતા મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતાં તેની પાસે કાગળો ન હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશનમાં મોટર સાયકલના નંબર નાખી સર્ચ કરતા આ મોટર સાયકલ આશિષભાઈ સમજીભાઈ કામાણી (રહે. ગોંડલ રોડ, રાજકોટ)વાળાના નામનું બતાવતા અને આ મોટર સાયકલ ચોરી થયાનો ગુનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હોય પોલીસે આરોપી મહેશભાઈ (ઉર્ફે. છોટુ દીપકભાઈ ડેલવાડીયા)ની ધરપકડ કરી 10,000 રૂપિયાની કિંમતનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text