ElectionResults2024: જામનગરમાં પૂનમ માડમ 40 હજાર મતથી આગળ

- text


Morbi: આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ ચૂકી છે. જામનગર બેઠક પર ભાજપ લોકસભા બેઠકનાં ઉમેદવાર પૂનમ માડમ 40145 મતથી આગળ છે. પૂનમ માડમને 144781 મતમળ્યા છે જ્યારે કોંગ્રેસનાં જે.પી. મારવિયાને 104636 મત મળ્યા છે. હજુ મત ગણતરી ચાલુ છે. ગુજરાતમાં બનાસકાંઠા, જુનાગઢ અને આણંદ બેઠક પર રસાકરી ચાલી રહી છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખથી વધુની લીડથી આગળ છે અને જીત તરફ જઇ રહ્યા છે.

- text

ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી.આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને શરૂઆતનાં ટ્રેન્ડ મુજબ, જીત તરફ આગળ વધી રહ્યાં છે. અત્યારે 60 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસનાં ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે તેવા સમાચાર આવી રહ્યાં છે. આમ, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી બેઠક ભાજપને ફાળે જઇ રહી છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ અને ભાવનગર તથા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

- text