ElectionResults2024: નવસારી બેઠક પર સી.આર. પાટીલ વિજય તરફ

- text


Morbi: આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ ચૂકી છે.ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી.આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને શરૂઆતનાં ટ્રેન્ડ મુજબ, જીત તરફ આગળ વધી રહ્યાં છે. અત્યારે 60 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસનાં ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે તેવા સમાચાર આવી રહ્યાં છે. આમ, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી બેઠક ભાજપને ફાળે જઇ રહી છે.

- text

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ અને ભાવનગર તથા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

- text