રાજકોટ અને કચ્છ લોકસભા બેઠકની મતગણતરી શરૂ

- text


રાજકોટ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૧૦-રાજકોટ સંસદીય બેઠક માટે તેમજ કચ્છ બેઠક ઉપર કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો, પોલીસના સઘન સુરક્ષા બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગરૂમના સીલ ખોલી મતગણત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- text

જિલ્લા ચૂંટણી તંત્રના વરિષ્‍ઠ અધિકારીઓ, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો, ઉમેદવારો વગેરેની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો સર્વે શ્રી ડો. પ્રૃથ્વીરાજ (આઈ.એ.એસ.) અન નરહરીસિંઘ બાંગર (આઈ.એ.એસ.) પોલીસ ઓબ્ઝર્વરશ્રી તરીકે ચંદનકુમાર ઝા (આઈ.પી.એસ.) તથા ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમના સીલ ખોલવામાં આવ્યા હતા અને મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી.

- text