ElectionResults2024: કેન્દ્રમાં સરકાર બનાવવા ‘લકી’ ગણાતી વલસાડ બેઠક ભાજપે જીતી

- text


Morbi: ગુજરાતની વલસાડ લોકસભા બેઠક ભાજપે જીતી લીધી છે અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બે લાખથી વધુ મતોની લીડ મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાલીસ વર્ષથી એવો સીલસીલો ચાલ્યો આવે છે કે, વલસાડ બેઠક જે પક્ષ જીત તેની કેન્દ્રમાં સરકાર બને છે. ગુજરાતની 25 લોકસભા બેઠકની મતગણતરી હાલ ચાલુ છે. બનાસકાંઠા, અને પાટણ બેઠક પર રસાકસીનો જંગ ચાલી રહ્યો છે પણ અન્ય બેઠકો પર ભાજપ ખાસ્સી લીડથી આગળ છે.

- text

આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ છે.દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ પાંચ લાખ મતોની લીડ સાથે આગળ વધી રહ્યા છે અને તેમની જીત નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે.ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી.આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને શરૂઆતનાં ટ્રેન્ડ મુજબ, જીત તરફ આગળ વધી રહ્યાં છે. અને કોંગ્રેસનાં ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે તેવા સમાચાર આવી રહ્યાં છે. આમ, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી બેઠક ભાજપને ફાળે જઇ રહી છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ અને ભાવનગર તથા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

- text