ElectionResults2024: અમિત શાહ 5 લાખ મતોની લીડથી આગળ

- text


Morbi: આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ ચૂકી છે.દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તાજા સમાચાર અનુસાર, તેઓ પાંચ લાખ મતોની લીડ સાથે આગળ વધી રહ્યા છે અને તેમની જીત નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે.ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને આણંદ બેઠક પર રસાકસી ચાલી રહી છે. અન્ય સીટો પર ભાજપની લીડ વધી રહી છે.

- text

ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી.આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને શરૂઆતનાં ટ્રેન્ડ મુજબ, જીત તરફ આગળ વધી રહ્યાં છે. અને કોંગ્રેસનાં ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે તેવા સમાચાર આવી રહ્યાં છે. આમ, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી બેઠક ભાજપને ફાળે જઇ રહી છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ અને ભાવનગર તથા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

- text