મોરબીની પાટીદાર કેરિયર એકેડેમીના 12 તાલીમાર્થીઓ GPSC વર્ગ 1-2ની પ્રાથમિક પરીક્ષામાં પાસ

- text


મોરબી : સરદારધામ- અમદાવાદ અને શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી દ્વારા સંચાલિત પાટીદાર કેરિયર એકેડેમીમાંથી તાલીમ લઈને 12 તાલીમાર્થીઓએ GPSC વર્ગ 1-2ની પ્રાથમિક પરીક્ષા પાસ કરી છે.

- text

ગુજરાત જાહેર સેવા આયોજ (GPSC) દ્વારા લેવાયેલી ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા વર્ગ 1-2ની પ્રાથમિક પરીક્ષામાં પાટીદાર કેરિયર એકેડેમીના 12 તાલીમાર્થીઓ પાસ થયા છે. જેમાં સરવેશ કાલાવાડિયા, જય ભીમાણી, ભાવિન ભોજાણી, આકાશ પડસુંબિયા, પ્રતિક કૈલા, દીપેશ બાવરવા, ધ્રુવ ફેફર, નિકુંજ વેકરીયા, દિપ સુતરીયા, પ્રિયલ પટેલ, જીજ્ઞા પટેલ અને નિધિ મેંદપરાએ પ્રાથમિક પરીક્ષા પાસ કરી છે

- text