ટંકારા નજીક 1630 કિલો એલ્યુમિનિયમ વાયરના શંકાસ્પદ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

- text


મોરબી : ટંકારા લતીપર રોડ ઉપર સરાયા ગામના પાટીયા પાસે બોલેરો ગાડીમાંથી બિલ વગરના એલ્યુમીનયમના ૧૬૩૦ કિ.ગ્રા. વાયરો ચોરાઉ હોવાની શંકાએ પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને બાતમી મળેલ કે, ટંકારા લતીપર રોડ પર સરાયા ગામના પાટીયા પાસે આવેલ સપનેશ્વર મહાદેવના મંદિર સામે રોડ ઉપર બોલેરો ગાડી નં.- GJ 12-BZ-6538 વાળીમાં ગે.કા. રીતે બીલ વગરના એલ્યુમીનીયમના વાયરો ભરેલ છે. જે હકિકત આધારે તપાસ કરતાસિંકદર રહેમતુલ્લાભાઈ મોખા ઉ.વ.૩૦, મુસ્તફા યુસુફભાઇ વઢવાણવાળા ઉ.વ.૩૬ એલ્યુમીનીયમના વાયરો આશરે ૧૬૩૦ કિગ્રા કિ.રૂ.૩,૨૬,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૨૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયા, PSI કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

- text