મોરબીના બે વડીલોએ બાઈક પર 5100 કિ.મી. ફરીને ચારધામ યાત્રા હેમખેમ પૂર્ણ કરી

- text


8 મેના રોજ મોરબીથી નીકળ્યા હતા, 27 દિવસની યાત્રા કરી વિના વિઘ્ને પરત ફર્યા

મોરબી : હિંદુ ધર્મમાં ચારધામની યાત્રા કરવાનું મહત્વ અનેરું છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ચારધામની યાત્રા કરતાં હોય છે. પરંતું મોરબીના બે વૃદ્ધે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિ દાખવીને બાઈક પર 5100 કિલોમીટર ફરીને ચારધામની યાત્રા પૂર્ણ કરી છે.

મોરબીના 63 વર્ષીય રમણિકલાલ લોરીયા અને 68 વર્ષીય નારાયણભાઈ સંઘાણી ગત તારીખ 8 મેના રોજ એક જ બાઈક પર સવાર થઈને ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. બન્નેએ કૂલ 27 દિવસ બાઈક પર યાત્રા કરીને કૂલ 5100 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આજે તારીખ 3 જૂનના રોજ તેઓ મોરબી પરત ફર્યા છે. કઠિન ગણાતી એવી ચારધામની યાત્રા બાઈક પર ફરીને વિના વિઘ્ને પૂર્ણ કરીને આજે તેઓ મોરબી આવતા પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા તેઓના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. રમણિકલાલ અને નારાયણભાઈએ ચારધામની યાત્રા દરમિયાન રસ્તામાં આવતા તમામ ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા હતા. તેમણે મોરબીથી નાથદ્વારા, ગોકુલ-મથુરા, વૃંદાવન, હરિદ્વાર, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રિનાથની યાત્રા કરી હતી અને બદ્ગિનાથથી તેઓ મોરબી તરફ પરત ફર્યા હતા.

- text

- text