રવાપર ગ્રામ પંચાયત જાગી : પાણીના ગેરકાયદેસર 15 કનેકશનો કાપ્યા 

- text


છેવાડાના એપાર્ટમેન્ટમાં પૂરતું પાણી ન પહોંચતું હોવાની ફરિયાદ મળતા ઉપસરપંચે પોલીસ પ્રોટેકશન સાથે કરી કાર્યવાહી 

મોરબી : મોરબીમાં આ વર્ષે રીપેરીંગ માટે ડેમ ખાલી કરી નાખતા ઠેર ઠેર પૂરતું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે રવાપર ગામમાં પણ છેવાડાના એપાર્ટમેન્ટમાં પૂરતું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી હતી. જેના કારણે પંચાયતની ચૂંટાયેલી બોડીએ પાણી નો પ્રશ્ન હલ કરવા ગેર કાયદેસર કનેકશનો કાપવાનો નિર્ણય લઇ કનેકશનો કાપવાનું શરૂ કર્યું છે. જેમાં ગઈ કાલે પોલીસ પ્રોટેકશન સાથે ગ્રામ પાંચયે 60 ફૂટના રોડ પર 15 જેટલા કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતા. અને તેના પરિણામે જ્યાં પાણી નહોતું પહોંચતું તે પહોંચવા માંડ્યું હતું

મોરબીના મચ્છુ 2 ડેમને રીપેરીંગ માટે ખાલી કરાતા મોરબી શહેર અને આજુબાજુના ગામોમાં દરરોજ આવતા પાણીને એક કાતરા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આથી ઘણા બધા વિસ્તારોમાં પાણીની રામાયણો શરુ થઇ છે. અને છેવાડાના વિસ્તારોમાં પૂરતું પાણી ન પહોંચવાનો ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે પંચાયત દ્વારા ગેર કાયદેસર નળ જોડાળ કાપવાનું શરુ કર્યું છે આ અંગે રવાપર ગ્રામ અંચાયતના ઉપ સરપંચ મહેશભાઈ ચાડમીયાએ જણાવ્યું હતું કે ગામના 60 ફૂટના રોડ પર ઘણા બધા એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર કનેકશનો લીધા હોવાની પંચાયતને માહિતી મળતા પંચાયતો દ્વારા એપાર્ટમેન્ટોને એક કરતા વધુ પાણીના કનેકશનો હોય તો તે દૂર કરવા નોટીસો આપવામાં આવી હતી. આમ છતાં ઘણા દૂર ન કરાતા ગઈ કાલે પંચાયતની ટીમ 60 ફૂટ રોડ પર કનેકશનો કાપવા જતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આથી પોલીસને સાથે રાખી આ રોડ પર પ્રમુખ સોસાયટીના એપાર્ટમેન્ટમાં 15 જેટલા ગેરકાયદેસર કનેકશનો જોવા મળ્યા હતા અને દરેક એપાર્ટમેન્ટને દોઢનું કનેકશનો આપ્યા છે. આમ છતાં ઘણા એપાર્ટમેન્ટમાં એક કરતા વધુ ચાર – ચાર કનેકશનો અને તે પણ દોઢની જગ્યાએ ત્રણના લીધેલા હતા આવા 15 કનેકશનો દૂર કાર્ય હતા. આથી જે છેવાડાના એપાર્ટમેન્ટમાં પાણી નહોતું પહોંચતું એ પહોંચવા લાગ્યું છે અને હજી પણ ગામમાં ક્યાંય પણ આવા ગેરકાયદેસર કનેકશનો જોવા મળશે તે દૂર કરવામાં આવશે.

- text

- text