મોરબી જિલ્લાના તમામ ITIમાં સમર સ્કિલ વર્કશોપનું આયોજન

- text


બે/ ચાર/ પાંચ દિવસના નિઃશુલ્ક વર્કશોપ ૫ થી ૧૨ જૂન દરમિયાન યોજાશે

મોરબી : મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, ટંકારા, વાંકાનેર , હળવદ તથા માળિયા મિંયાણા ( પિપળીયા ચાર રસ્તા ) ખાતે બે /ચાર /પાંચ દિવસ માટેના નિઃશુલ્ક સમર સ્કિલ વર્કશોપનુંતા ૦૫ થી ૧૨ જૂન દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

હાલમાં જિલ્લાની તમામ શાળાઓમાં વેકેશન છે તેવા સમયે સ્કૂલના ધોરણ 8 પછીના વિદ્યાર્થીઓ તેમના  ઉનાળુ વેકેશનમાં એક અઠવાડિયામા પાંચ દિવસ રોજના બે કલાક / ચાર દિવસ રોજના અઢી કલાક / બે દિવસ રોજના પાંચ કલાક માટે કુલ ૧૦ કલાકના સમર સ્કીલ વર્કશોપનું મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

સમર સ્કીલ વર્કશોપની ટ્રેનીંગમાં થનાર એકટીવીટી

(૧) વર્કશોપમાં સલામતીનું મહત્વ તેમજ ઘરેલુ વપરાશમાં ઉપયોગી ઇલેક્ટ્રીક સર્કિટ, ટૂલ્સ, સાધનો તેમજ ઈલેકટીક કાર્ય કરતી વખતે ધ્યાને લેવાના સલામતીના પગલાં

(૨) સીલિંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ અને તેની ઝડપને નિયંત્રિત કરતા રેગ્યુલેટરની પાછળનું વિજ્ઞાન તેમજ એલ.ઇ.ડી.લાઇટ

(3) પ્રકાશ / શેડના ખ્યાલનો ઉપયોગ કરીને 3D પ્રિન્ટીંગનો પરીચય તેમજ પિકસેલના કદ બદલવાની સમજૂતી

(૪) ફ્યુઝ, MCB, રિલેનો સામાન્ય પરિચય, વાસ્તવિક સમયમાં MCB નું કાર્ય, વીજ કરંટના શ્રેણી અને સમાંતર પ્રવાહનો પરિચય, ઘરગથ્થુ ઇલેક્ટ્રિક સર્કિટમાં સમાંતર સર્કિટના સિદ્ધાંત પર કાર્ય કરતા બહુવિધ બલ્બનો ઉપયોગ કરીને બતાવવો, પોતાના માટે એકસ્ટેશન બોર્ડ બનાવો

(૫) કટીંગના મીકેનીક્સનો પરીચય, લેસર કટીંગ , ડ્રિલિંગ લેટ ઓપરેશન વગરે અંગે જાણકારી

(૬) એક્સેલની પાયાની સમજ તેમજ સરવાળા, બાદબાકી, સરેરાશ, શેષ, મધ્યક, એક્સેલમાં ચાર્ટ, pivot table ની સમજ.

(૭) પીવીસી પાઇપના ઉપયોગથી ટ્રમપેટ બનાવવું પ્રાયોગિક અભ્યાસ દ્વારા

- text

(૮) પ્રાયોગીક અભ્યાસ દ્વારા વેલ્ડિંગ રોડ કેમ પકડવી, વેલ્ડિંગ જ્યોતનો પ્રવાહ અંગે સિંગલ રોડ વેલ્ડિંગની મદદથી વેલ્ડિંગ અંગેની પાયાની સમજ

(૯) ઈલેક્ટ્રોનિક સાર્કિટ, સેમિકંડક્ટર, PCB બોર્ડ, સોલ્ડરિંગનો પરિચય

(૧૦) પ્લમ્બિંગ અંગેની બેજિક સમજ, તે માટે ઉપયોગમાં લેવાતા વાલ્વ, વોશર, લીકેજ અંગેની સમજ

(૧૧) પેટ્રોલ ડીઝલ એન્જિનનો વર્કિંગ અંગેનો કટ સેક્શન, એક્સલેટર, તેમજ બ્રેકનું કાર્ય, વ્હિલ કેવી વળે છે તે અંગેની સમજ

(૧૨) સિવણનો ઘરેલુ ઉપયોગ તથા સીવણ થીયરીની સમજ

આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા  કોમ્પ્યુટર ,  મિકેનિકલ , ઇલેક્ટ્રીકલ , ઇલેક્ટ્રોનિક્સ ,ફેબ્રીકેશન , ડ્રાફટ્સમેન સીવીલ ઓટોમોબાઇલ, સુઇંગ ટેક્નોલૉજી , હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર તથા ડ્રોન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી જેવા સેકટરોના વ્યવસાયનું સંસ્થા ખાતે ઉપલ્લ્બ્ધ ફેસેલીટી મુજબ પાયાનું પ્રેકટીકલ જ્ઞાન જાણવા શીખવા મળશે. તેમજ કૌશલ્ય પ્રાપ્તિ બાદની ઉજ્જવળ કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવશે. સમર સ્કીલ વર્કશોપ માં ભાગ લેવા નીચેની લિકમાં આજે જ રજિસ્ટ્રેશન કરો.

આઈ.ટી.આઈ.મોરબી :- https://bit.ly/42Dx057 

વધુ માહિતી માટે
(૧) આઈ.ટી.આઈ.મોરબી :- ૮૩૨૦૧૬૯૫૯૯, ૯૮૭૯૧૬૫૪૯૦ , ૯૩૨૫૯૫૪૦૨૨
(૨) આઈ.ટી.આઈ હળવદ :- ૯૨૬૫૯૭૬૭૯૩
(૩) આઈ.ટી.આઈ.ટંકારા : ૮૮૪૭૩૦૪૬૭૮
( ૪ ) આઈ.ટી.આઈ. માળીયા ( મિ ) :- ૯૬૨૪૩૭૬૧૩૩
( ૫) આઈ.ટી.આઈ.વાંકાનેર :- ૯૮૯૮૧૧૧૨૩૫

- text