મોરબી તાલુકા પોલીસે ખોવાયેલ 42 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત આપ્યા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી ૮,૦૩,૬૬૦/- ની કિમતના ૪૨ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા છે.

મોરબી તાલુકા પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ તથા ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પો.સ્ટે આર્મ્ડ મહીલા પો.હેડ.કોન્સ શોભનાબેને “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી ૪૨ જેટલા મોબાઈલ કિંમત રૂ. ૮,૦૩,૬૬૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એવુ સુત્ર સાર્થક કરેલ છે.

- text

આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એન.આર. મકવાણા, આર્મ મહીલા પોલીસ હેડ કોન્સ. શોભનાબેન શામજીભાઈ મેર તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રોકાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text