હળવદના મયુરનગર ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં આગ લાગી

- text


 

હળવદની ફાયર ટીમ ગઈ પરંતુ ખરા સમયે જ સાધનો ન ચાલ્યા : ધાંગધ્રાથી ફાયરની ટીમ બોલાવવામાં આવી

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે આજે રાત્રિના નવેક વાગ્યાની આસપાસ ગામમાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.બીજી તરફ આગ પર કાબુ મેળવવા ગ્રામજનો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સાથે જ હળવદથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. પરંતુ ખરા સમયે જ જ ફાયરના સાધનો કામ ન આવતા ધાંગધ્રાથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદના મયુરનગર ગામમાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં આજે 9:00 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગ લાગતા ધુમાડાના ગોટાઓ નીકળ્યા હતા.જેથી ગ્રામજનો બેંક પર દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જોકે તેમ છતાં પણ આગ પર કાબુ ન મળતાં હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ ખરા સમયે જ ઘોડુ ન દોડે તેમ ફાયરની ટીમ આવી તો ખરી પરંતુ ફાયરના સાધનો જ કામ ન આવતા હાલ ધાંગધ્રાથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ આગના કારણે બેંકમાં રહેલ મોટા ભાગનો સામાન બળીને રાખ થયો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

- text