હળવદમા બે યુવાનોનું અપહરણ કરનાર 4 આરોપી ઝડપાયા

- text


સુરેન્દ્રનગર બસસ્ટેન્ડ નજીકથી યુવાનને અપહરણકારોની ચુંગાલમાંથી છોડવાયો ; પૈસાની ઉઘરાણીમા બે યુવાનના અપહરણ બાદ એક યુવાનને મુક્ત કરાયો હતો

હળવદ : હળવદની મોરબી ચોકડી નજીક વિશ્વાસ આર્કેડ નજીકથી બે યુવાનના અપહરણની ઘટનામાં એક યુવાનને મુક્ત કરી અન્ય યુવાનને કારમાં બેસાડી નાસી છૂટેલા 4 આરોપીને હળવદ પોલીસે સુરેન્દ્રનગર બસસ્ટેન્ડ નજીકથી ઝડપી લઈ અપહૃત યુવાનને વ્યક્તિને છોડવામાં આવ્યો હતો.

- text

ચકચારી અપહરણની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના વિશ્વાસ આર્કેડ નજીકથી ચાર અજાણ્યા શખ્સોએ રવિભાઈ સાકરીયા અને તેમના મિત્રનું બાકીના પૈસા અંગે વાતચીત કરી ગાળો આપી પોલીસ સ્ટેશને જવાનું બહાનું બતાવી પરાણે ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ બાબતે હળવદ પોલીસને ટેક્નિકલ સોર્સ પાસેથી જાણ થતાં આ ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના આરોપી મેહુલભાઈ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.19), પૃથ્વીરાજ પ્રવીણભાઈ કંબોયા (ઉ.વ. 19), રોહનભાઈ વિનોદભાઈ પટેલ (ઉ.વ. 21), દીપકભાઈ કરશનભાઇ રાઠોડની સુરેન્દ્રનગર ખાતે, બસ સ્ટેન્ડ પાસે જાહેરમાંથી વાહન મુદ્દામાલ તથા ભોગ બનનાર વ્યક્તિ સાથે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text