મોરબી જિલ્લાના 143 કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 4 જૂન ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી જ મતગણતરી શરૂ થઈ જશે. ત્યારે મોરબી જિલ્લામાંથી કૂલ 143 કર્મચારીઓ અને અધિકારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે.

જેમાં મોરબીમાંથી 15 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 18 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ કચ્છ લોકસભા બેઠકની મતગણતરીમાં જોડાશે. જ્યારે ટંકારામાંથી 18 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 18 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને 20 માઈક્રો ઓબ્ઝર્વર રાજકોટ બેઠકમાં, વાંકાનેરમાંથી 18 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 18 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને 18 માઈક્રો ઓબ્ઝર્વર રાજકોટ બેઠકમાં મતગણતરી પ્રક્રિયામાં જોડાશે. આમ મોરબી જિલ્લામાંથી કૂલ 143 કર્મચારી/અધિકારી કચ્છ અને રાજકોટ લોકસભાની મતગણતરી પ્રક્રિયામાં જોડાશે.

- text

- text