- text
પેલેટ બાંધવામાં વધેલી પટ્ટી ભંગારમાં આપવા બદલ ચાર શખ્સોએ ધોલ ધપાટ અને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યાનો આરોપ
મોરબી : મોરબી નજીક એક સિરામિક એકમમાં પ્લાસ્ટિકની પટ્ટી શ્રમિકે ભંગારમાં આપી દેતા ચાર શખ્સોએ માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે તાલુકા પોલીસે 4 વ્યક્તિ સામે એટ્રોસિટી હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
ફરિયાદી પ્રવિણભાઈ ડાયાભાઈ ભોયા (ઉ.વ. 32)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૩૧ના રોજ સાંજના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટીલા સિરામીક કારખાનામાંથી પેલેટ બાંધવામાં પ્લાસ્ટિકની પટ્ટી વધેલ હોય જે ભંગારમાં વેંચી દીધી હતી. જેથી આરોપી પંકજભાઈ પટેલએ ઓફિસમાં બોલાવી બે-ત્રણ થપાટ મારી હતી. તેમજ અજાણ્યા માણસે ભંગારના ડેલે લઇ જઈ પ્લાસ્ટીકના પાઈપથી વાંસામાં તથા શરીરે માર મારી તેમજ પીપળી ગામ પાસે પવનસુત સેડમાં અજાણ્યા માણસે તથા સંજયભાઈ રમેશભાઈ જાદવ અને અનિલભાઈ પરસોતમભાઈ પરમારએ પાઈપ વડે જેમ ફાવે તેમ માર મારી મુંઢ ઈજા કરી હતી. તેમજ અજાણ્યા માણસે જાહેરમાં જાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text