મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં વજેપરવાડી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરિણામ

- text


વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સવસાણી કિશોરભાઈએ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા

મોરબી : મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં મોરબી જિલ્લાની વજેપરવાડી પ્રાથમિક શાળાના ધોરણ 8ના 15 બાળકોએ સંભવિત મેરીટ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં ચાવડા નયન સુરેશભાઈએ 120માંથી 99, ચાવડા મેહુલ બળદેવભાઈ – 98, કંઝારિયા રિન્કુ જયંતિલાલ – 97, કંઝારિયા નિશા અરજનભાઈ -95, કંઝારિયા વૈશાલી ચકુભાઈ – 82, ડાભી ડિમ્પલ કમલેશભાઈ – 81, નકુમ દક્ષા સુરેશભાઈ – 79, કંઝારિયા ગૌતમ રાજેશભાઈ 73, નકુમ ભગીરથ નરેશભાઈ – 67, નકુમ જયદીપ ગણેશભાઈ- 67, નકુમ આરતી મુકેશભાઈ – 67, નકુમ કિશન દેવકરણભાઈ – 65, ડાભી કૃપાલી જયંતીભાઈ – 61, નકુમ તેજસ ગીરીશભાઈ – 61, કંઝારિયા સાગર મુળજીભાઈ – 60 ગુણ મેળવ્યા છે. આ મેરિટમાં સ્થાન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ધોરણ – 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ રૂપિયા 94,000 જેટલી શિષ્યવૃતિ દરેક વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર છે.

- text

આ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સવસાણી કિશોરભાઈએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા.તથા સી.આર.સી. દેલવાડિયા બાબુલાલએ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

મહત્વનું છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્રારા આયોજિત મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ – 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલા સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ – 9માં પ્રવેશ મેળવી ધોરણ – 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જીલ્લાઓમાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

- text