ચૂંટણી આચાર સહિતા પૂરી થતા જ મોરબીના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાશે : કાંતિલાલ અમૃતિયા

- text


મોરબીમાં પ્રી મોન્સુન કામગીરી અને ગટર સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યાનો દાવો

મોરબી : મોરબી-માળિયા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હાલ આચારસંહિતા હોય પ્રજાના અનેક પ્રશ્નો અને રજૂઆતો પડતર છે ત્યારે આ તમામ પ્રશ્નોનું સમાધાન 4 જૂને પરિણામ આવ્યા બાદથી તાત્કાલિક ધોરણે કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

- text

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, 4 જૂને પરિણામ આવી ગયા બાદ 5 જૂનથી હું નગરપાલિકા કચેરીએ બેસીને પ્રજાના પ્રશ્નો સાંભળીશ. 6 તારીખે ગાંધીનગર જઈને ખેડૂતોનો જે સિંચાઈનો પ્રશ્ન છે તેની રજૂઆત કરીશ. આ ઉપરાંત બ્રાહ્મણી ડેમ પર જે નાળુ બનાવવાનું છે તેની પણ કાર્યવાહી આગળ વધારવામાં આવશે. આ ઉપરાંત આગામી ચોમાસાને લઈને પાણી ભરાઈ નહીં તે માટે ગટરોમાં જે કચરો નાખવામાં આવ્યો છે તેની સાફ-સફાઈ કરીને પાણી યોગ્ય રીતે નદીમાં ચાલ્યું જાય તે માટેની કામગીરી કરવામાં આવશે મોરબીની જનતાને પણ જણાવ્યું છે કે, જે કોઈના વિસ્તારમાં જ્યાં પણ ગટરમાં કચરો ભરાયેલો હોય તો નગરપાલિકાએ અથવા ધારાસભ્યને લેખિત રજૂઆત આપી જાય, જેથી તાત્કાલિક ગટર સફાઈનું કામ હાથ ધરી દેવામાં આવશે. આ વખતે ગટર સફાઈ માટે કોન્ટ્રાક્ટર નહીં પણ નગરપાલિકા જાતે જ આ ગટરની સાફ-સફાઈનું કામ કરશે તેમ કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.

- text