મોરબીમાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ શખ્સ પાસા તળે જેલહવાલે

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમા પકડાયેલ સાહીલ રહીમભાઇ ચાનીયા ઉ.વ.રર રહે.મોરબી કાલીકા પ્લોટ વસીલા પાનવાળી શેરીવાળા વિરૂધ્ધ પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જેથી આ શખ્સની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- text

- text