હળવદના નવા શિરોઇ ગામે દરણું દળાવવા ગયેલા યુવાનનું ટ્રેકટર હડફેટે મૃત્યુ, એક ઘાયલ

- text


હળવદ : હળવદ તાલુકાના નવા શિરોઇ ગામે દરણું દળાવી પરત ફરી રહેલા કાકા ભત્રીજાને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા કાકાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભત્રીજાને ગંભીર ઇજાઓ પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જૂની શિરોઇ ગામે વાડીએ રહેતા એભલભાઈ બચુભાઇ પંચાસરા અને તેમનો ભત્રીજો ભાથીજી દરણું દળાવી નવી શિરોઇ ગામેથી પરત ફરતા હતા ત્યારે ટાઇલ્સ ભરેલા ટ્રેકટર નંબર જીજે – 13 – ડબ્લ્યુ – 5368ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં એભલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ભાથીજીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રેકટર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

- text