વાંકાનેર મોરબી હાઇવે ઉપર ટ્રક ગાંડો થયો, 108 સહિત ચાર વાહનોના ભુક્કા બોલાવ્યા

- text


રફાળેશ્વર નજીક બનેલી ઘટનામાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બેકાબુ ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી રફાળેશ્વર નજીક ત્રણ કાર તેમજ 108 એમ્બ્યુલન્સને હડફેટે લઈ વાહનોમાં નુકશાન કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે મોરબી 108 એમ્બ્યુલન્સમા પાઈલોટ તરીકે ફરજ બજાવતા દીપકભાઈ પરબતભાઇ વાંજાએ જીજે -36 – ટી – 2472 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઉપરોક્ત ટ્રક ચાલકે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિક કારખાના નજીક કટ્ટ પાસે પુર ઝડપે ભયજનક રીતે પોતાનો ટ્રક ચલાવી રોડ ઉપર વળાંક વળવા ઉભેલા પરેશભાઇ કાન્તીલાલ ગાંભવા રહે. જામ દૂધઇ વાળાની બલેનો કાર, સાહેદ જ્યંતીલાલ પોપટભાઇ દેત્રોજા રહે. મોરબીવાળાની હોન્ડા અમેઝ કાર, સાહેદ જયભાઇ ધરમશીભાઇ પનારા રહેવાસી મોરબી વાળાની કીયા સોનેટ કારને એક પછી એક પાછળથી હડફેડમાં લઇ નાનુ મોટુ નુકશાન કર્યું હતું.

- text

બાદમાં આ બેકાબુ ટ્રક ચાલકે સરકારી ટાટા વીંગર 108 એમ્બ્યુલન્સને ખાલી સાઇડથી પાછળની હડફેટમાં લઇ પાછળથી આગળ સુધી પતરાની બોડીમાં બારીમાં ઘોબા ઘસારા તથા લાઇટ તોડી નાંખી નુકશાન કર ટ્રક રોડ ઉપર રેઢો મુકી નાસી ગયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે 108ના પાઈલોટની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text