ટંકારાના હડમતીયા ગામે મહિલા પોસ્ટ માસ્તર 99 હજાર હજમ કરી ગયા, ફોજદારી

- text


બે મહિલાના બચતના નાણાં પાસબુકમાં જમા કર્યા પણ કચેરીમાં જમા ન કરાવતા ફરિયાદ

ટંકારા : જ્યા વાડ જ ચીભડા ગળે ત્યાં ચોરને કેમ પકડવો ઉક્તિ ટંકારા તાલુકાના હડમતીયા પોસ્ટ ઓફિસમાં યથાર્થ બની છે, હડમતીયા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર ગ્રાહકોના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા નહિ કરાવી હજમ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સોનલબેન ચિરાગભાઈ વાળા અને ઉષાબેન હરગોવિંદભાઈ વાળા નામના મહિલાએ બચતના રૂપિયા 99 હજાર પોસ્ટ ઓફિસમાં જમા કરાવ્યા હતા અને મહિલા પોસ્ટ માસ્તર દિપાબેન એમ.ત્રિવેદી રહે.વાવડી વાળાએ પાસબુકમાં ખોટા સહી સિકકા કરી પૈસા જમા કર્યા હતા પરંતુ આ નાણાં પોસ્ટ ઓફિસમાં જમા નહિ કરાવતા ભવિનભાઈ ભરતભાઇ ગોહિલે બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં દિપાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફોજદારી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text