માળીયા મિયાણા તાલુકા માટે સોનોગ્રાફી સેન્ટર ફાળવવા રજૂઆત

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકામાં સોનોગ્રાફી સેન્ટરની સુવિધા ન હોય મહિલાઓને સોનોગ્રાફી માટે છેક મોરબી સરકારી હોસ્પિટલ સુધી જવુ પડી રહ્યું છે. જેથી વિશાલનગર (સુલ્તાનપુર) ગામના જાગૃત નાગરિક ભાવેશભાઈ વિડજાએ માળીયા (મી. ) તાલુકાના મામલતદારને તાલુકામાં સોનોગ્રાફી સેન્ટર ફાળવવા રજૂઆત કરી છે.

ભાવેશભાઈ વિડજાએ મામલતદાર સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તાલુકાના દરેક ગામની મહિલાઓને સોનોગ્રાફી માટે 40 કિલોમીટર દૂર મોરબી સરકારી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. જેમાં મહિલાઓને ત્રણ-ત્રણ દિવસ ધક્કા ખાવા પડે છે. મહિલાઓ પોતાનું કામ મૂકીને સોનોગ્રાફી કરાવવા મોરબી જાય છે જેથી તેમના નાણા અને સમયનો વ્યય થઈ રહ્યો છે. તેથી વહેલી તકે માળીયા (મી.) તાલુકાને સોનોગ્રાફી સેન્ટર ફાળવવામાં આવે. નહીંતર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

- text