ઘુંટુ ઔદ્યોગિક સબ ડિવિઝન હેઠળના અમુક વિસ્તારોમાં કાલે રવિવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં આવતીકાલે તા. ૨ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

જેમાં શુભ ઇન્ડસ્ટ્રીયલ ફીડર ( લખધિરપુર ગામ) સવારે ૦૮:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.બાલાજી ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે ૯: ૦૦ થી સાંજે ૪: ૦૦ વાગ્યે સુધી બંધ રહેશે.ટીટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સાંજે ૪:૩૦ થી ૬:૩૦ વાગ્યે સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text