મોરબી નગરપાલિકા દ્વારા 1 થી 15 જૂન સુધી ચલાવાશે નિર્મલ ગુજરાત અભિયાન

- text


મોરબી અપડેટના એંકર ડો. અમિષા રાચ્છ, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવન રબારી અને જાણીતા ડોકટર સતીષ પટેલને પાલિકાએ બનાવ્યા સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા તારીખ 1 જૂન થી 15 જૂન સુધી નિર્મલ ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દરરોજ મોરબી શહેરના વિવિધ સ્થળો પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન માટે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી અપડેટના એંકર ડો. અમિષા રાચ્છ, ડો. સતિષ પટેલ અને ડો. દેવેન રબારીને સ્વચ્છતા બ્રાન્ડએમ્બેસેડર બનાવાયા છે.

- text

નિર્મલ ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં આજે તારીખ 1 જૂનના રોજ ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, હેરિટેજ બિલ્ડીંગની સફાઈ કરવામાં આવી હતી. જેમાં શંકર આશ્રમ, મોલાઈ રાજા સાહેબ દરગાહ અને મણિ મંદિરની સફાઈ કરવામાં આવી હતી. જ્યારે 2 જૂનના રોજ મોરબીના એન્ટ્રી પોઈન્ટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. 3 જૂનના રોજ અંડર બ્રીજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રિક્ષા/ટેક્સી સ્ટેન્ડ પર સફાઈ કરવામાં આવશે. 4 જૂનના રોજ તમામ રસ્તાઓ, મુખ્ય રોડ, માર્કેટમાં સફાઈ હાથ ધરાશે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે. 6 જૂનના રોજ મોરબી શહેરના બગીચા અને પાર્કમાં સફાઈ કરવામાં આવશે. 7 જૂનના રોજ જાહેર અને કોમ્યુનિટી ટોઈલેટની સફાઈ કરવામાં આવશે. 8 જૂનના રોજ તમામ સ્લમ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. 9 જૂનના રોજ નદી અને ફિલ્ટરેશન પ્લાન્ટની સફાઈ કરવામાં આવશે. 10 અને 11 જૂનના રોજ વેસ્ટ સોર્ટિંગ ડ્રાઈવ યોજાશે. 12 જૂનના રોજ સિવિલ હોસ્પિટલ, તમામ પીએચસી અને સીએચસી હેલ્થ સેન્ટર, આંગણવાડી અને ખાનગી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. 13 જૂનના રોજ જાહેર ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવશે. 14 જૂનના રોજ તમામ સરકારી કચેરીઓમાં સાફ-સફાઈ હાથ ધરાશે અને 15 જૂનના રોજ શહેરની શાક માર્કેટ, માર્કેટિંગ યાર્ડ, ઓર્ચર્ડની સફાઈ કરવામાં આવશે.

- text