મોરબી : પાણીનો બેફામ ઉપયોગ કરી કેમિકલ બેરલ વોશિંગનું કામ કરનાર સામે કાર્યવાહી કરવા એસપીને રજૂઆત

- text


ગેરકાયદેસર રીતે બેરલના પરિવહન કરનાર સામે પગલાં લેવા કરાઈ માંગ

મોરબી : મોરબીમાં ગેરકાયદેસર રીતે બેરલના પરિવહન કરવામાં આવતા હોય અને આ બેરલને વોશ કરવા માટે બેફામ પાણીનો ઉપયોગ થાય છે. તેમજ આ પાણીને નદી, તળાવ, ગટર, કે ખુલ્લામાં છોડવામાં આવતા હોવાથી પ્રદુષણ થતું હોવાથી મોરબી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડાને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લામાં આવેલી કંપનીઓ દર મહિને હજારોની સંખ્યામાં કેમિકલ બેરલનો નિકાલ કરે છે. આ કંપનીઓ જિલ્લામાં છાને ખૂણે ફૂલી ફાલી રહેલા GPCB ના નિયમો વિરુદ્ધ પાણીનો બેફામ ઉપયોગ કરી કેમિકલ બેરલ વોશિંગનું કામ કરે છે. ત્યારબાદ વેચાણ કરે છે. આ કેમિકલ બેરલની સફાઈ માટે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે. તેમજ આ પાણીને નદી, તળાવ, ગટર, કે ખુલ્લામાં છોડવામાં આવે છે.

- text

આ પાણી રસ્તે રખડતા ઢોર, પશુઓ પીવે છે અને પાકને પણ નુકસાન થાય છે. ત્યારે આ અંગે યોગ્ય પગલા લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

- text