મોરબી જિલ્લાની શાળાઓમાં ધો.10ના પરિણામોનું વિતરણ

- text


જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને હવે પરિણામ પત્રો અપાશે

મોરબી : માર્ચમાં લેવાયેલ ધો. 10 ની પરીક્ષાનું 11 મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓને ઓરીજનલ રિજલ્ટ મોકલી અપાતા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે તમામ શાળાઓને વિતરણ કરવામાં આવ્યું હતું

- text

મોરબી જિલ્લા સહિત રાજ્યમાં માર્ચ મહિનામાં ધો. 10 ની પરીક્ષા લેવામાં આવી હતી તેનું પરિણામ 11 મે ના રોજ જાહેર કરાયું હતું પરંતુ ઓરીજનલ રિજલ્ટ હવે આવતા આજે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહીત 220 જેટલી શાળાઓને 12000 જેટલા વિદ્યાર્થીઓનું ધો. 10 નું ઓરીજનલ રિજલ્ટ આપવામાં આવ્યું હતું. જે શાળા દ્વારા હવે વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

- text