મોરબીમાં 31 શોપિંગ કોમ્પ્લેક્ષ અને એપાર્ટમેન્ટમાં ચેકીંગ, એકેયમાં ફાયર સેફટીની સુવિધા ન નીકળી!

- text


તમામ મિલ્કતોને નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો રજૂ કરવાની સૂચના, ત્યારબાદ કાર્યવાહી કરાશે

મોરબી : મોરબીમાં હોસ્પિટલોમા ચેકીંગ કર્યા બાદ આજે તંત્ર દ્વારા 31 શોપિંગ કોમ્પ્લેક્ષ અને એપાર્ટમેન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એકેયમાં ફાયર સેફટીની સુવિધા ન નીકળતા તમામને ધડાધડ નોટિસો ફટકારવામાં આવી છે.

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ ઉપરથી આદેશો છુટતા મોરબીમાં પાલિકા અને ફાયરની ટિમો દ્વારા ફાયર સેફટીને લઈને ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં
ત્રણ દિવસ સુધી હોસ્પિટલોમા ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ચોથા દિવસોએ આ ટીમોએ રવાપર રોડ નીલકંઠ સ્કૂલથી શરૂ કરી અવની ચોકડી સુધી શોપિંગ કોમ્પ્લેક્ષ અને એપાર્ટમેન્ટમાં ચકાસણી કરી હતી.

- text

કુલ 31 જેટલા એપાર્ટમેન્ટ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન એકેય મિલકતમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. પરિણામે આ તમામ મિલકતોને નોટિસ આપી 2 દિવસમાં ખુલાસો કરવા જણાવાયુ છે.

- text